Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : PM Modi's video message after the 'Anti-Paper Leak' Bill was passed in Parliament

VIDEO: 'પેપરલીક કરનાર તત્વોને સામે કડક કાર્યવાહી કરાશે' સંસદમાં 'એન્ટી પેપર લીક' બિલ પાસ થયા બાદ PM મોદીનો વિડીયો સંદેશ

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સંસદ દ્વારા 'એન્ટી પેપર લીક' બિલ મંજૂર થયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્સ્ટાગ્રામ પર રાષ્ટ્રને એક વિડિઓ સંદેશ જાહેર કર્યો. તેમણે જણાવ્યું કે સરકાર વિશ્વસનીય અને પારદર્શક પરીક્ષા પ્રણાલી બનાવવા માટે સતત કામ કરી રહી છે. તેમણે જણાવ્યું કે આ દિશામાં અનેક પગલાં લેવામાં આવ્યા છે.  આ કાયદાનો મુસદ્દો બનાવતી વખતે રાજ્યોના સૂચનો પણ ધ્યાને લેવાયા, કારણ કે લગભગ તમામ રાજ્યો અને કેન્દ્ર સરકાર ઘણા વર્ષોથી પેપર લીકની સમસ્યાનો સામનો કરી રહી છે.

પેપર લીક કરનારાઓને સખત સજા કરાશે

App Store

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે પેપર માફિયા, પરીક્ષા પેપર લીક કરવામાં સામેલ ગેંગ અને દેશના બાળકોના ભવિષ્યને જોખમમાં મૂકનારાઓને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે આવા ગુનાઓને રોકવા માટે કડક કાયદાની જરૂર છે. આ માટે, સરકારે સંસદમાં આ બિલ રજૂ કર્યું. તેમણે વધુમાં જણાવ્યું કે, રાષ્ટ્રને આપેલા વચન મુજબ, છેલ્લા બે દિવસમાં સંસદના બંને ગૃહોમાં મોટી સંખ્યામાં સાંસદોએ બિલ પર વિગતવાર ચર્ચા કરી અને આજે બંને ગૃહોએ કડક જોગવાઈઓ સાથે બિલ પસાર કરાયું છે.