VIDEO: પીએમ મોદી વીડિયો ડિલીટ મુદ્દે આકરી કાર્યવાહીની ચીમકી આપી
સોર્સ : gstv
ફેસબુક પરથી વડાપ્રધાન મોદીનો વીડિયો ડિલીટ કરવા અંગે સંદેશાવ્યવહાર અને માહિતી ટેકનોલોજી અંગેની સંસદીય સમિતિએ કડક વલણ અપનાવ્યું છે. સમિતિએ ચેતવણી આપી છે કે સેફ હાર્બર કલમ રદ કરી શકાય છે અને ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગને ત્રણ દિવસની સમયમર્યાદા આપી છે. સમિતિના અધ્યક્ષ ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ જણાવ્યું કે ભારતીયોનું પ્રતિનિધિત્વ કરતા વડાપ્રધાનનો વીડિયો ડિલીટ કરવો લોકશાહી પર હુમલો છે. જો જવાબદારો સામે પગલાં ન લેવાય તો સેફ હાર્બર સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવશે અને ઝુકરબર્ગે માફી માંગવી જોઈએ, નહીંતર કેસ નોંધાઈ શકે છે. સમિતિએ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને ત્રણ દિવસમાં બાળ જાતીય શોષણ તેમજ મહિલાઓ સંબંધિત જાતીય સામગ્રી દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે.

