VIDEO: પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ-૧૧ ની વિદ્યાર્થીનીને પાસ બતાવવા માટે બોગસ ટ્રાન્સફર સર્ટિફિકેટ બનાવનાર સામે ગુનો દાખલ
જૂનાગઢમાંથી શિક્ષણ જગતને શરમાવે તેવી એક મોટી ખબર સામે આવી છે PM શ્રી કેન્દ્રીય વિદ્યાલયમાંથી શાળા છોડ્યાનું બનાવટી પ્રમાણપત્ર (TC) બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. ગયા વર્ષે ધોરણ ૧૧ માં ફેલ થયેલી વિદ્યાર્થીનીને પાસ બતાવવા માટે વિદ્યાલયમાંથી ગુમ થયેલા કોરા ટીસી (TC) બુકલેટનો ગેરકાયદે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ટીસીમાં શાળાના કર્મચારીઓની ખોટી સહીઓ, ખોટા સીક્કાઓ અને બોગસ માર્ક્સ ઉમેરીને તેને સાચા તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. જ્યારે વાલી દ્વારા આ ટીસી ખરાઈ માટે શાળામાં મોકલવામાં આવ્યું, ત્યારે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. કેન્દ્રીય વિદ્યાલયના ઇનચાર્જ પ્રિન્સિપાલ રજનીકાંત સુતરીયાની ફરિયાદના આધારે જૂનાગઢ સી ડિવિઝન પોલીસે BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ગુમ થયેલ કોરા ટીસી બુકલેટ (સર્ટી નં. ૯૪૮૬૫) માં ખોટી વિગતો, બોગસ સહી અને ગેરકાયદે રાઉન્ડ સીક્કા મારી દસ્તાવેજ બનાવ્યો. ૨૦૨૩-૨૪માં ધોરણ-૧૧ મા ફેલ થયેલ વિદ્યાર્થીનીને બોગસ ટીસીમાં પાસ દર્શાવવામાં આવી હતી.

