VIDEO: PM મોદીએ ઐતિહાસિક કાલિબારી મંદિરની લીધી મુલાકાત, કાળી માતાની કરી પૂજા-અર્ચના
સોર્સ : gstv
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના બીજા તબક્કાના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોલકાતા પહોંચ્યા હતા. તેમણે કોલકાતામાં પોતાના ભવ્ય રોડ શોની શરૂઆત કરતા પહેલા ઐતિહાસિક ઠનઠનિયા કાલિબારી મંદિરમાં માતા કાળીના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. વડાપ્રધાને રાજ્યની શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. દર્શન બાદ વડાપ્રધાને બી.કે. પાલ એવન્યુથી ખન્ના ક્રોસિંગ સુધી મેગા રોડ શો યોજ્યો હતો.

