Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : situation deteriorated as Mamata Banerjee and Shubhendu Adhikari's rally

VIDEO: મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારીની રેલી માત્ર 100 મીટરના અંતરે યોજાતા સ્થિતિ વણસી, બંને પક્ષના કાર્યકરો વચ્ચે થઈ ઝપાઝપી

Timeછેલ્લું અપડેટ : 26 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે ભવાનીપુરમાં શનિવારે ભારે તણાવ જોવા મળ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી અને ભાજપના નેતા શુભેન્દુ અધિકારીની રેલીઓ માત્ર 100 મીટરના અંતરે યોજાતા બંને પક્ષના કાર્યકરો સામસામે આવી ગયા હતા. પરિસ્થિતિ એટલી હદ સુધી વણસી હતી કે સુરક્ષા દળોએ હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.

App Store

મુખ્યમંત્રી મમતા બેનર્જી જ્યારે જનસભાને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે તેમણે ભાજપ પર તેમની સભામાં ખલેલ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. મમતાએ કહ્યું કે, નજીકમાં યોજાઈ રહેલી શુભેન્દુ અધિકારીની રેલીમાં મોટા અવાજે લાઉડસ્પીકર વગાડીને જાણીજોઈને અડચણ ઊભી કરવામાં આવી રહી છે. આ વિક્ષેપથી નારાજ થઈને મમતા બેનર્જીએ અધવચ્ચે જ પોતાનું ભાષણ રોકી દીધું હતું અને ભીડની માફી માંગીને ત્યાંથી રવાના થઈ ગયા હતા .મમતા બેનર્જીના ગયા બાદ ગુસ્સે ભરાયેલા TMC કાર્યકરોએ ભાજપની રેલી તરફ કૂચ કરી હતી. બંને તરફથી ઉગ્ર સૂત્રોચ્ચાર શરૂ થયા હતા અને જોતજોતામાં વાત ઝપાઝપી સુધી પહોંચી ગઈ હતી. સુરક્ષા જવાનોએ તાત્કાલિક મોરચો સંભાળીને સ્થિતિને કાબૂમાં લીધી હતી.