PM મોદીએ ત્રણ કલાક સુધી રાજ્ય કક્ષાના મંત્રીઓનો કલાસ લીધો

સોર્સ : gstv
12 વર્ષના સમયગાળામાં ફક્ત બીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય કક્ષાના મંત્રીઓને રૂબરૂ બોલાવી એમનો કલાસ લીધો હતો. ત્રણ કલાકની સમીક્ષા બેઠકમાં હાજર રહેલા ૨૦ જેટલા રાજ્યકક્ષાના મંત્રીઓને મોદીએ અલગ અલગ પ્રકારના સવાલો પૂછયા હતા. કેટલાક મંત્રીઓ વધુ પડતા આંકડા જણાવવા માંડયા ત્યારે મોદીએ તેમને આ આદત બદલવાની સલાહ આપી હતી. એક પછી એક દરેક મંત્રીઓને વિકસીત ભારતના સંબંધમાં પોતાના વિચારો રજૂ કરવાનું કહેવામાં આવ્યું હતું. બેઠકમાં ગ્રામીણ વિકાસ, સામાજીક ન્યાય અને ગરીબ કલ્યાણ યોજનાઓના પ્રેઝન્ટેશન પછી વડાપ્રધાને વ્યક્તિગત રીતે દરેક મંત્રીઓ પાસે જાણકારી માંગી હતી. જો કોઈ મંત્રી આંકડા કહેવાનું શરૂ કરે તો મોદી એમને વચમાં જ રોકી દેતા હતા. એમનું કહેવું હતું કે, સેક્રેટરીઓએ આપેલા આંકડાનું રટણ બંધ કરો.

