Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : PM Modi gifted Russian translation of book ‘Tirukkural’ to Putin

VIDEO: PM મોદીએ પુતિનને ‘તિરુક્કુરલ’નું પુસ્તક રશિયન અનુવાદ ભેટ આપ્યું

Timeછેલ્લું અપડેટ : 11 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નવી દિલ્હીમાં બ્રિક્સ સંમેલનની ઔપચારિક શરૂઆત પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ભારત મંડપમ ખાતે મુલાકાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ પુતિનને તમિલ સંત તિરુવલ્લુવરની મહાન કૃતિ ‘તિરુક્કુરલ’નું રશિયન અનુવાદ ભેટ આપ્યું હતું. પીએમ મોદીએ પુસ્તક વિશે માહિતી આપતા કહ્યું કે, આ કૃતિ ભારત અને રશિયા વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ‘તિરુક્કુરલ’ તમિલ સાહિત્યની પ્રાચીન અને વિશ્વપ્રસિદ્ધ કૃતિ છે, જેને ‘તમિલ વેદ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ પુસ્તક બંને દેશો વચ્ચેના જનસંપર્ક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવવામાં મદદરૂપ થશે.

App Store