Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : "Why is the whole world leaning against India's UPI? PM Modi gave a showcase of India's digital strength from the Global Platform!”

VIDEO: "ભારતના UPI સામે આખી દુનિયા કેમ ઝૂકી રહી છે? PM મોદીએ ગ્લોબલ મંચ પરથી આપ્યો ભારતની ડિજિટલ તાકાતનો પરચો!"

Timeછેલ્લું અપડેટ : 08 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મુંબઈ ખાતે 'ગ્લોબલ ફિનટેક ફેસ્ટ'નું ઉદ્ઘાટન કર્યું હતું. કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે ભારતના ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અને ફિનટેક સેક્ટરની સતત વધી રહેલી પહોંચનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ જણાવ્યું કે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) હવે માત્ર ભારત પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ તેનો વિસ્તાર 11 દેશો સુધી થઈ ચૂક્યો છે.

App Store

ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં હાજરીની પીએમ મોદીની 'હેટ્રિક'

વડાપ્રધાને ફેસ્ટમાં સતત ત્રીજી વખત સામેલ થવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. વર્ષ 2024 માં સતત ત્રીજી વખત સરકાર બનવાની 'હેટ્રિક' બાદ ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં પણ આ તેમની સતત ત્રીજી હાજરી છે. આ દર્શાવે છે કે 'વિકસિત ભારત'ના નિર્માણમાં ફિનટેક ક્ષેત્ર અને તેનાથી જોડાયેલા લોકોની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ છે. દરેક વખતે આ ફેસ્ટમાં પહેલા કરતાં વધુ યુવાનો, વધુ ઊર્જા અને નવી સક્ષમતા જોવા મળે છે. યુવાનોમાં જોખમ લેવાની ક્ષમતા અને મોટા સપના જોવાની વૃત્તિ વધી રહી છે, જે ભારતના ઉજ્જવળ ભવિષ્યનો વિશ્વાસ મજબૂત કરે છે.

અન્ય દેશોના પેમેન્ટ સિસ્ટમ સાથે જોડાણ કરવાનો લક્ષ્યાંક

પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે UPI ની સફળતા બાદ હવે આપણો આગામી લક્ષ્યાંક અન્ય દેશોના પેમેન્ટ સિસ્ટમ સાથે સીધા જોડાણ કરવાનો હોવો જોઈએ. ભારત અને સિંગાપોર વચ્ચે થયેલા પેમેન્ટ સિસ્ટમ ઈન્ટિગ્રેશનનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે, હવે બંને દેશો વચ્ચે નાણાકીય વ્યવહાર એટલો જ સરળ બની ગયો છે, જેટલો એક શહેરથી બીજા શહેરમાં થાય છે. વિદેશમાં વસતા ભારતીયો પોતાના પરિવારને નાણાં મોકલે છે, ત્યારે પ્રોસેસિંગ ફી કે ટ્રાન્ઝેક્શન કોસ્ટમાં મોટો હિસ્સો જતો રહે છે. UPI ના વૈશ્વિક વિસ્તારથી આ ટ્રાન્ઝેક્શન કોસ્ટ ઓછી થશે અને પરિવાર સુધી ઝડપથી નાણાં પહોંચાડી શકાશે.

ફિનટેક ક્ષેત્રનો આગામી તબક્કો શું હશે?

વડાપ્રધાને સ્પષ્ટ કર્યું કે ફિનટેકનો આગામી અધ્યાય માત્ર પેમેન્ટ્સ સુધી સિમિત ન રહેવો જોઈએ. ટેકનોલોજીની મદદથી નાના-મોટા કારોબારીઓની આર્થિક પ્રવૃત્તિઓને સમજીને તેમની જરૂરિયાત મુજબના ફાઇનાન્સિયલ મોડેલ તૈયાર કરવા પડશે. ડિલિવરી પાર્ટનર્સ અને નાના કામદારો નિયમિત કમાણી કરે છે, પરંતુ તેમને બચત અને પેન્શન જેવી નાણાકીય સેવાઓની જરૂર હોય છે. ફિનટેકની મદદથી બચત, પેન્શન અને લોન જેવી સેવાઓ મેળવવી એટલી જ સરળ બનાવવી પડશે જેટલું આજે QR કોડ સ્કેન કરીને પેમેન્ટ કરવું સરળ છે.