Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Piyush Goyal's statement on trade deal with America

'ભારત ઝડપથી પ્રગતિ કરશે, આ ડીલથી બધા ખુશ'; અમેરિકા સાથે ટ્રેડ ડીલ મુદ્દે પીયૂષ ગોયલનું નિવેદન

Timeછેલ્લું અપડેટ : 03 Feb 2026
લાઇવ ટીવીGoogle News
'ભારત ઝડપથી પ્રગતિ કરશે, આ ડીલથી બધા ખુશ'; અમેરિકા સાથે ટ્રેડ ડીલ મુદ્દે પીયૂષ ગોયલનું નિવેદન
સોર્સ : google

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ મંગળવારે (3 ફેબ્રુઆરી) સાંજે દિલ્હીના વાણિજ્ય ભવનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર નિવેદન આપ્યું છે. જણાવી દઈએ કે, સોમવારે (2 ફેબ્રુઆરી) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત બાદ યુએસ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ભારત અને અમેરિકા ટ્રેડ ડીલ પર સંમત થયા છે. આ અંતર્ગત, વોશિંગ્ટન ભારતીય માલ પર પારસ્પરિક ટેરિફ વર્તમાન 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરશે.

App Store

પાડોશી દેશોની સરખામણીમાં ભારતને સૌથી સારી ડીલ મળી: પીયૂષ ગોયલ

પીયૂષ ગોયલે કહ્યું કે, દેશ આજે વડાપ્રધાન મોદીનો આભાર માની રહ્યો છે. પાડોશી દેશોની સરખામણીમાં ભારતને અમેરિકા સાથે ખૂબ જ સારી ડીલ થઈ છે. અમેરિકા સાથે ભારતના ભવિષ્યને ચાર ચાંદ લગાવનારી ટ્રેડ ડીલ થઈ છે. ભારતને સૌથી સારી ટ્રેડ ડીલ મળી છે. મહિનાઓથી અમેરિકાના અધિકારીઓ સાથે વાત થઈ રહી હતી અને અંતે જનહિતમાં નિર્ણય આવ્યો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ભારતીય હિતોને પ્રાથમિકતા આપી. આ ડીલ ભારતના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત છે.