VIDEO : મોંઘવારીનો ડામ: મુંબઈમાં પેટ્રોલ-ડીઝલમાં 3 રૂપિયા અને CNG 2નો વધારો, જનતામાં ભારે અસંતોષ
સોર્સ : gstv
મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો નોંધાયો છે. પ્રતિ લિટર પેટ્રોલ અને ડીઝલમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે સીએનજીના ભાવમાં 2 રૂપિયાનો વધારો થયો છે. વધેલા ભાવને કારણે સામાન્ય નાગરિકો, વાહનચાલકો અને રિક્ષાચાલકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે સતત વધી રહેલા ઈંધણના ભાવથી ઘરખર્ચ પર મોટો ભાર પડી રહ્યો છે. રિક્ષાચાલકો અને ડિલિવરી સર્વિસ સાથે જોડાયેલા લોકોની આવક ઘટી રહી છે.

