VIDEO: વલસાડના ઉમરગામ તાલુકામાં અનેક પેટ્રોલ પંપ પર પેટ્રોલ નથીના માર્યા બોર્ડ, વાહનોની લાંબી કતારો મળી જોવા
સોર્સ : gstv
વલસાડના ઉમરગામ તાલુકામાં અનેક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ન હોવાના બોર્ડ લાગ્યા હતા, જ્યારે જે પંપ પર પેટ્રોલ મળતું હતું ત્યાં વાહનોની લાંબી કતારો જોવા મળી. પેટ્રોલ કંપનીઓ દ્વારા સપ્લાયમાં કાપ અને ડેપોમાંથી ટેન્કરોમાં વિલંબને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. મહારાષ્ટ્ર સરહદની નજીક હોવાથી મહારાષ્ટ્રના વાહનો પણ પેટ્રોલ ભરવા આવતાં હોવાથી સ્ટોક ઝડપથી ખલાસ થઈ ગયો છે. પંપ માલિકો પણ મુશ્કેલીમાં મુકાયા છે.

