VIDEO: વલસાડમાં તાઈવાન વેરાયટીના લાલ જાંબુંનું ધૂમ વેચાણ
સોર્સ : gstv
કાળઝાળ ગરમીમાં એક તરફ લોકો શેકાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ કુદરતની કરામત સમાન રસદાર ફળો મનુષ્યને રાહત આપવા બજારમાં આવી પહોંચ્યા છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 'તાઈવાન વેરાયટીના ગણાતા લાલ જાંબુંનું વેચાણ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જે 100 રૂપિયે કિલોના ભાવે વેચાય છે. આ મીઠા અને રસદાર જાંબુની શહેરી વિસ્તારોમાં ભારે માંગ છે. આ સાથે જ ગરમીમાં ઠંડક આપતી શક્કરટેટી પણ 40 રૂપિયે કિલોના ભાવે બજારમાં ઉપલબ્ધ છે. ફળોની સાથે શાકભાજી બજારમાં પણ પાલક, ભીંડા, ગુવાર અને ચોળીનું મબલખ ઉત્પાદન જોવા મળી રહ્યું છે.

