VIDEO: મણિપુરમાં મુખ્યમંત્રી આવાસ તરફ હજારો લોકોએ કાઢી રેલી, સરકાર પાસે 7 પ્રશ્નોના સચોટ જવાબની માંગ!
સોર્સ : GSTV
મણિપુરમાં COCOMIના નેજા હેઠળ હજારો લોકોએ મુખ્યમંત્રી આવાસ તરફ રેલી કાઢી હતી. આ પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓએ મણિપુર સરકારને સાત મહત્વના પ્રશ્નો પૂછતું એક આવેદનપત્ર સુપરત કર્યું હતું. રાજ્યની અખંડિતતા અને સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. રેલીને પગલે સ્થિતિ તંગ ન બને તે માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. સુરક્ષાના કારણોસર ઘણા રસ્તાઓ બંધ કરી દેવાયા હતા. લોકોએ સરકાર પાસે આ પ્રશ્નોના ત્વરિત અને સચોટ જવાબની માંગ કરી હતી

