VIDEO: મણિપુરમાં વાંગજિંગમાં મુખ્યમંત્રીની મુલાકાતનો વિરોધ, પોલીસ ગોળીબારમાં વધુ ૩નાં મોત
મણિપુરના વાંગજિંગમાં હિંસાની જ્વાળા ભભૂકી ઉઠી છે.. મુખ્યમંત્રીની મુલાકાતનો વિરોધ કરી રહેલી જનતા પર પોલીસ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો અને ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા.. માસૂમ બાળકોની હત્યા બાદ ફાટી નીકળેલા આક્રોશ વચ્ચે હવે લોકોએ વડાપ્રધાન મોદી પાસે મદદની ગુહાર લગાવી છે.
મણિપુરના થોબલ જિલ્લાના વાંગજિંગમાં રહેવાસીઓએ મુખ્યમંત્રી ખેમચંદની મુલાકાતનો ઉગ્ર વિરોધ કરી બહિષ્કાર જાહેર કર્યો છે.. છ-સાત જૂનના રોજ કુકી આતંકવાદીઓ દ્વારા બે માસૂમ બાળકોની હત્યા બાદ ફાટી નીકળેલો જનઆક્રોશ હિંસક બન્યો હતો.. વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો પર સીઆરપીએફ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં અન્ય ત્રણ લોકોના મોત થતા સ્થિતિ વધુ વણસી છે.. સ્થાનિકોએ મુખ્યમંત્રી બીરેન સિંહ પાસે આકરા પગલાંની માંગણી કરી છે અને કેન્દ્ર સરકારની નિષ્ક્રિયતા સામે રોષ ઠાલવ્યો છે.

