VIDEO: મણિપુર હિંસા! ઈમ્ફાલની સડકો પર ઉતરી મહિલાઓ, પ્લેકાર્ડ્સ સાથે ન્યાયની માંગ અને શાંતિની અપીલ
સોર્સ : GSTV
VIDEO: મણિપુરની રાજધાની ઈમ્ફાલમાં હિંસા અને અશાંતિ વિરુદ્ધ નાગરિકો દ્વારા સિટ-ઈન ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. તાજેતરમાં 7 એપ્રિલે થયેલા બોમ્બ વિસ્ફોટમાં બે નિર્દોષ બાળકોના મોત બાદ જનતામાં ભારે રોષ જોવા મળ્યો હતો.
દેખાવકારોએ રાજ્યમાં કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને સરકાર પાસે સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.મહિલાઓ અને સ્થાનિક લોકો પ્લેકાર્ડ્સ સાથે શાંતિની અપીલ કરતા અને ન્યાય માટે સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. સ્થિતિને જોતા ઈમ્ફાલના અનેક વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

