Video: શીખવિરોધી રમખાણોની યાદ સાથે જોડાયેલી તારીખે રાહુલ ગાંધીની રેલી યોજવા પર ભાજપનો વિરોધ

ભાજપે એક નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાનારી ‘ઇન્ડિયા’ ગઠબંધનની રેલીને લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે આક્ષેપ કર્યો છે કે 1984ના શીખવિરોધી રમખાણોની યાદ સાથે જોડાયેલી તારીખે રેલી યોજવાનો નિર્ણય શીખ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે. તેમના દાવા મુજબ, ‘ઇન્ડિયા’ ગઠબંધનના કેટલાક પક્ષો રેલીની તારીખ બદલવા માગે છે. જોકે, રાહુલ ગાંધી તારીખ બદલવા તૈયાર ન હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે. ભાજપે આ નિર્ણયની આકરી ટીકા કરી છે. આ મુદ્દે રાજકીય નિવેદનબાજી તેજ બની છે.








