VIDEO: વિપક્ષ બંધારણીય સંસ્થાઓને બદનામ કરે છે: ભાજપ
સોર્સ : gstv
ચૂંટણી પંચના અહેવાલ બાદ ભાજપના એક ડઝન મુખ્યમંત્રીઓ અને શીર્ષ નેતાઓએ દેશભરમાં પત્રકાર પરિષદો યોજી.... આ બેઠકોમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને ઈન્ડિયા ગઠબંધન પર બંધારણીય સંસ્થાઓને બદનામ કરીને અરાજકતા ફેલાવવાનું કાવતરું રચવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો....મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે કોઈ મત ચોરાયો નથી પરંતુ વિપક્ષી નેતાઓની માનસિકતા પર સવાલ ઉઠાવ્યા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ વિપક્ષી પક્ષો પર મતદાર યાદીની પ્રક્રિયા અંગે જનતામાં ભ્રમણા ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.

