VIDEO: મતદાર યાદી રિવિઝન મુદ્દે ચિંતા વ્યક્ત કરવા વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનની ૩૦ સપ્ટેમ્બરે બેઠક યોજાશે
સોર્સ : gstv
ચૂંટણી પંચની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામેની ચિંતાઓ પર ચર્ચા કરવા માટે વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનના પક્ષો આગામી ૩૦ સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં બેઠક યોજશે. ડાબેરી પક્ષો અને કોંગ્રેસે મુખ્ય ચૂંટણી અધિકારીને હટાવવાની તેમજ SIR પ્રક્રિયા અટકાવવાની માંગ કરી છે.....આ મુદ્દે રણનીતિ ઘડવા ૨૯ સપ્ટેમ્બરે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પણ મળશે. ખાસ કરીને, પશ્ચિમ બંગાળના હરીફ પક્ષો TMC અને CPI(M) પણ આ ગંભીર મુદ્દે એક મંચ પર આવ્યા છે. વિપક્ષી નેતાઓ સંયુક્ત કાર્યવાહી અંતર્ગત મુખ્ય ચૂંટણી અધિકારી વિરુદ્ધ સંસદમાં નવી નોટિસ રજૂ કરવાની તૈયારી કરી છે.

