VIDEO: મતદાર યાદી વિવાદ: કોંગ્રેસ વર્કિંગ કમિટીની ૨૯ સપ્ટેમ્બરે મળશે મહત્વપૂર્ણ બેઠક
સોર્સ : gstv
ચૂંટણી પંચની મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા અને તાજેતરના વિવાદો પર ચર્ચા કરવા માટે કોંગ્રેસ વર્કિંગ કમિટી આગામી ૨૯ સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં એક ખાસ બેઠક યોજશે….અહેવાલો અનુસાર, બે ચૂંટણી કમિશનરોએ અગાઉ આ પ્રક્રિયા સંબંધિત નિર્ણયો સામે વાંધા નોંધાવ્યા હતા. ચૂંટણી પંચે આંતરિક મંતવ્યોમાં ભિન્નતાને સામાન્ય ગણાવી તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવાયા હોવાનું જણાવ્યું છે. બીજી તરફ, ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ઓમ પ્રકાશ રાવતે નિર્ણયો લેવાની પદ્ધતિ સામે સવાલો ઉઠાવતા આ રાજકીય ગરમાવો વધાર્યો છે.

