VIDEO: ૧૩ કરોડ મતદારોના નામ હટાવવા બદલ મુખ્ય ચૂંટણી અધિકારી વિરુદ્ધ ગુનો દાખલ થવો જોઈએ
સોર્સ : gstv
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મુખ્ય ચૂંટણી કમિશનર સામે આક્રમક વલણ અપનાવતા આક્ષેપ કર્યો છે કે મતદાર યાદીમાંથી ૧૩ કરોડ લોકોના નામ જાણીજોઈને હટાવવા એ દેશદ્રોહ સમાન છે. વાયનાડના સાંસદે માંગ કરી છે કે કાયદાકીય રક્ષણ મેળવતા મુખ્ય ચૂંટણી અધિકારી વિરુદ્ધ અન્ય ગુનેગારોની જેમ ફોજદારી કાર્યવાહી થવી જોઈએ......અહેવાલ મુજબ, અન્ય બે ચૂંટણી કમિશનરોએ પણ સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન હેઠળ નામ કમી કરવાના મુદ્દે અગાઉ ૧૪ વખત વાંધો નોંધાવ્યો હતો. આ ગંભીર વિવાદ વચ્ચે પ્રિયંકા ગાંધીના નિવેદને રાજકારણમાં ભારે ચકચાર મચાવી છે.

