Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Jewellers owner duped of Rs 2.90 crore at C.G. Road in Ahmedabad

VIDEO: અમદાવાદના C.G. રોડ પર જ્વેલર્સના માલિક સાથે ૨.૯૦ કરોડની મોટી ઠગાઈ

Timeછેલ્લું અપડેટ : 23 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના સી.જી. રોડ સ્થિત પંચરત્ન જ્વેલર્સના માલિક સાથે ૨.૯૦ કરોડ રૂપિયાની વિશ્વાસઘાત અને ઠગાઈની ઘટના સામે આવી છે. કડીના મહેસાણાના રહેવાસી મેહુલ પટેલ નામના શખ્સે જ્વેલર્સ કંપની ટેકઓવર કરવા અને ફંડ પૂરું પાડવાના બહાને વેપારીનો વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ આરોપીએ કંપનીના નામે બેંકમાંથી ૨.૯૦ કરોડની કાર લોન મંજૂર કરાવી તે રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. આ નાણાંથી મોંઘીદાટ રેન્જ રોવર કાર ખરીદી તેની બારોબાર ડિલિવરી મેળવી લીધી હતી. માત્ર બે હપ્તા ભર્યા બાદ આરોપી ગાડીના રજીસ્ટ્રેશન વગર ફોન બંધ કરી ફરાર થઈ ગયો હતો. બેંકની નોટિસ આવતા નવરંગપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

App Store