Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Meghrajani Panchramani in western region including Jodhpur, Prahladnagar and Nehrunagar in Ahmedabad

VIDEO: અમદાવાદના જોધપુર, પ્રહલાદનગર અને નેહરુનગર સહિત પશ્ચિમ વિસ્તારમાં મેઘરાજાની પધરામણી

Timeછેલ્લું અપડેટ : 20 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા જોધપુર, પ્રહલાદનગર, નેહરુનગર, શિવરંજની અને સેટેલાઈટ સહિતના વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. લાંબા સમયના બફારા અને ઉકળાટ બાદ મેઘરાજાની પધરામણી થતાં માર્ગો પર પાણી વહેતા થયા છે અને વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. અચાનક શરૂ થયેલા વરસાદના કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓએ તાત્કાલિક આશ્રય લેવાની ફરજ પડી હતી. વરસાદી વાતાવરણને પગલે વીકએન્ડમાં જ કાળઝાળ ગરમીથી રાહત મળતા શહેરીજનો અને ખાસ કરીને બાળકોમાં ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

App Store