VIDEO: એક કલાકમાં ચાર ઈંચ વરસાદથી અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
સોર્સ : gstv
અમદાવાદમાં ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યા મુજબ વાસણા બેરેજના 14 દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણીના નિકાલ માટે 32 પંપ કાર્યરત છે. એક કલાકમાં ચાર ઈંચ વરસાદ નોંધાતા સ્થિતિ સર્જાઈ છે. ઝાડ પડવાની 45 અને પાણી ભરાવાની 235 ફરિયાદો મળી છે. શહેરના પાંચ અન્ડરપાસ બંધ કરાયા હતા, જેમાં હવે માત્ર અખબારનગર અન્ડરપાસ બંધ છે. બપોરે બે થી છ દરમિયાન ભારે વરસાદની આગાહી છે.

