VIDEO: અમદાવાદના ઇન્ડિયા કોલોની વોર્ડમાં વરસાદી ખાડા અંગે અધિકારીનો જાગૃત નાગરિકને ઉડાઉ જવાબ
સોર્સ : gstv
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઇન્ડિયા કોલોની વોર્ડના પ્રતીક્ષા માર્કેટ પાસે એક જાગૃત નાગરિકને તંત્રનો કડવો અનુભવ થયો છે. વરસાદની મોસમમાં ચાલુ આરસીસી રોડના કામ દરમિયાન ખોદવામાં આવેલા ખાડા અંગે જ્યારે નાગરિકે જવાબદાર અધિકારીને ફોન કરીને સવાલ પૂછ્યો, ત્યારે અધિકારીએ કોઈ અનિચ્છનીય બનાવ બને તો જવાબદારી સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. રસ્તા પર ચાલતી વખતે ખાડામાં પડો તો જવાબદારી નાગરિકની પોતાની હોવાનો જવાબ મળતા ચકચાર મચી છે. તંત્રના આવા બેજવાબદાર અને ઉડાઉ વલણ સામે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શું કોઈ મોટી દુર્ઘટના સર્જાયા બાદ જ કોર્પોરેશન તંત્ર જાગશે?

