Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : 12th annual Kalaganesh Mahotsav begins at Kalabhawan in Ahmedabad

VIDEO: અમદાવાદના કલાભવનમાં રંગેચંગે શરૂ થયો ૧૨મો વાર્ષિક કલાગણેશ મહોત્સવ

Timeછેલ્લું અપડેટ : 15 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના લો ગાર્ડન ખાતે આવેલા રવિશંકર રાવલ કલાભવનમાં રવિશંકર એક્ટિવ આર્ટીસ્ટ ગૃપ-રાગ અને ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના સંયુક્ત ઉપક્રમે દસ દિવસીય ‘કલાગણેશ’ મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. સતત ૧૨મા વર્ષે યોજાઈ રહેલા આ ઉત્સવના ઉદ્ઘાટન પ્રસંગે શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશકુમારે વિશેષ ઉપસ્થિત રહી ગણપતિ દાદાની પૂજા-અર્ચના કરી હતી, ૨૪ સપ્ટેમ્બર સુધી ચાલનારા આ ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવમાં દરરોજ સાંજે ૭:૩૦ વાગે ભક્તિભાવ સાથે મહાઆરતી આયોજિત થાય છે.આ ઉપરાંત, કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવમાં ફિલ્મ, નાટક, સંગીત અને ચિત્રકલા ક્ષેત્રના નામાંકિત કલાકારો તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી ગણેશ દર્શનનો લાભ લઈ રહ્યા છે અને કલા જગતમાં ઉત્સાહનો માહોલ છવાયો છે.

App Store