VIDEO: યુનેસ્કો હેરિટેજ સિટી અમદાવાદના ઐતિહાસિક માણેક ચોક વિસ્તારનું રૂપિયા 41 કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ શરૂ
સોર્સ : gstv
વિશ્વ હેરિટેજ શહેર અમદાવાદના હૃદયસમા અને કોટ વિસ્તારની મુખ્ય શાન ગણાતા ઐતિહાસિક માણેક ચોક વિસ્તારના રિડેવલપમેન્ટ અને રિસ્ટોરેશનની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિધિવત રીતે શરૂ કરી દેવામાં આવી છે. રૂ. 41 કરોડના માતબર બજેટ સાથે હાથ ધરાયેલા આ મહાકાય પ્રોજેક્ટ હેઠળ આગામી સમયમાં આ સમગ્ર વિસ્તારની કાયાપલટ થઈ જશે. નાગરિકો અને વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાથી બચાવવા માટે તંત્ર દ્વારા આ કામગીરી તબક્કાવાર હાથ ધરવામાં આવી રહી છે. વિસ્તારનું પ્રાચીન સ્થાપત્ય અને સાંસ્કૃતિક હેરિટેજ મૂલ્ય અકબંધ રહે તે રીતે આગામી બે વર્ષમાં આ અનોખો વિસ્તાર બિલકુલ નવા રંગરૂપ અને આધુનિક સુવિધાઓ સાથે સજ્જ થઈને તૈયાર થશે.

