Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : 8-year-old Jaibir Singh from Ahmedabad set a world record by jacking 156 planes in 1 minute

VIDEO: અમદાવાદના ૮ વર્ષીય જયબીર સિંઘે ૧ મિનિટમાં ૧૫૬ પ્લેન્ક જૅક્સ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

Timeછેલ્લું અપડેટ : 20 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદની અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ-૨માં અભ્યાસ કરતા માત્ર ૮ વર્ષીય જયબીર સિંઘ ગુરુદત્તે પોતાની અદભૂત ફિટનેસ અને મહેનતના બળે વર્લ્ડ રેકોર્ડ બનાવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જયબીરે માત્ર એક મિનિટમાં ૧૫૬ પ્લેન્ક જૅક્સ કરીને 'વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા'માં પોતાનું નામ સત્તાવાર રીતે નોંધાવ્યું છે. આંતરરાષ્ટ્રીય વુશુ ચેમ્પિયન અમનદીપ સિંઘ ગોત્રાના માર્ગદર્શન હેઠળ દૈનિક બે કલાકની કડક તાલીમ મેળવી તેણે આ ઝળહળતી સિદ્ધિ હાસિલ કરી છે. નાની ઉંમરથી જ ફિટનેસ અને માર્શલ આર્ટ્સ પર ધ્યાન આપતા જયબીરનું ભવિષ્યમાં ઓલિમ્પિક્સ, કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને દેશ માટે સુવર્ણ મેડલ જીતવાનું સપનું છે.

App Store