VIDEO: SIR મુદ્દે સીએમ ભૂપેન્દ્ર પટેલના વિપક્ષ પર પ્રહાર... કહ્યું EC ની સ્પષ્ટતા બાદ કોંગ્રેસ ખુલ્લી પડી, જનતા વિપક્ષના કારસાને નહિ ફાવવા દે
સોર્સ : gstv
SIR મુદ્દે ચૂંટણી પંચને ઘેરનારા વિપક્ષ પર સીએમ ભૂપેન્દ્ર પટેલે આકરા પ્રહાર કર્યા હતા..તેઓએ કહ્યું કે, દુનિયાની સૌથી મોટી લોકશાહીમાં ચૂંટણી પંચ સ્વતંત્ર રીતે કામ કરી રહ્યું છે. ચૂંટણી પંચનના ત્રણ મુખ્ય ચૂંટણી કમિશનરે કરેલી સ્પષ્ટતા બાદ વિપક્ષ ખુલ્લો પડ્યો છે. મોદીના નેતૃત્વમાં ૨૫ વર્ષમાં અનેક વિકાસકાર્યો થયા છે, જ્યારે બંગાળમાં કોંગ્રેસ ૪૦ વર્ષથી સત્તા બહાર છે. દેશની જનતા વિપક્ષના આ કારસાને ક્યારેય ફાવવા નહીં દે.

