VIDEO: ઓનલાઈન કેબ ડ્રાઈવરો વિરોધ પ્રદર્શન
સોર્સ : gstv
આંધ્રપ્રદેશના વિઝિયાનગરમ જિલ્લાના ભોગાપુરમ વિસ્તારમાં ઓનલાઈન ટેક્સી સેવા આપતી કંપની ઉબેર સામે કેબ ડ્રાઈવરોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. ડ્રાઈવરોનો આરોપ છે કે ઉબેરની 'ડ્યુઅલ-એપ' નીતિ અને અન્યાયી ભાડા માળખાના કારણે તેમને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સતત વધતી મોંઘવારી, બળતણના ભાવ અને વાહનના મેન્ટેનન્સ ખર્ચ સામે કંપની તરફથી પૂરતું વળતર ન મળતાં ડ્રાઈવરોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. વિરોધ કરી રહેલા કેબ ચાલકોએ માંગ કરી છે કે ઉબેર તેની આ નીતિમાં ત્વરિત સુધારો કરે અથવા તેને પાછી ખેંચે, જેથી તેમની આજીવિકા સચવાઈ રહે. જો કંપની અને સ્થાનિક તંત્ર દ્વારા તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આગામી સમયમાં વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ડ્રાઈવર યુનિયન દ્વારા આપવામાં આવી છે.

