Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : NIA charge sheet against online fanatic Faizan

VIDEO: ઓનલાઈન કટ્ટરપંથી ફૈઝાન સામે NIAની ચાર્જશીટ

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતના ઓનલાઈન કટ્ટરપંથી ફૈઝાન સામે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ અમદાવાદ સ્થિત NIA સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. NIAના જણાવ્યા મુજબ આરોપી પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદા સાથે જોડાયેલો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પાકિસ્તાન સ્થિત જૈશના ઓપરેટિવના સંપર્કમાં રહી ભારતમાંથી કાશ્મીર અને લદ્દાખને અલગ કરવાના ષડયંત્રમાં સામેલ હતો. આરોપી કોમી તણાવ ફેલાવવા માટે ટાર્ગેટેડ કિલિંગની યોજના પણ બનાવી રહ્યો હતો. આ માટે તેણે ઉત્તર પ્રદેશમાંથી ગેરકાયદેસર રીતે હથિયાર અને છ જીવતા કારતૂસ મેળવ્યા હતા, જે તપાસ દરમિયાન જપ્ત કરવામાં આવ્યા છે. NIAના જણાવ્યા મુજબ આરોપી સોશિયલ મીડિયા મારફતે હિંસક જેહાદને પ્રોત્સાહન આપતો અને યુવાનોનું બ્રેઈનવોશ કરવાનો પ્રયાસ કરતો હતો. આરોપીના ડિજિટલ ડિવાઇસમાંથી વાંધાજનક વીડિયો અને ફોટોગ્રાફ્સ સહિતના પુરાવા મળ્યા છે. હાલ UAPA, ભારતીય ન્યાય સંહિતા અને આર્મ્સ એક્ટ હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, જ્યારે આ સમગ્ર ષડયંત્રમાં સામેલ અન્ય આરોપીઓને શોધવા તપાસ હજુ પણ ચાલુ છે.

App Store