Video: કટકમાં બે જૂથો વચ્ચે અથડામણ એકનું મોત

સોર્સ: gstv

ઓડિશાના કટક શહેરના પુરીઘાટ વિસ્તારમાં બે જૂથો વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. બંને જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અન્ય લોકો પણ અસરગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે પોલીસે કાર્યવાહી કરીને 19 લોકોની ધરપકડ કરી છે. વિસ્તારમાં તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત