VIDEO: પુણેમાં NSG-US કમાન્ડોની આતંકવાદ વિરોધી કવાયત
સોર્સ : gstv
મહારાષ્ટ્રના પુણે સ્થિત ઇન્ફોસિસ કેમ્પસમાં NSG અને અમેરિકન સેનાના કમાન્ડોએ છ કલાક લાંબી આતંકવાદ વિરોધી મોક ડ્રિલ યોજી હતી. આ સંયુક્ત અભ્યાસનો હેતુ આતંકવાદી હુમલા જેવી પરિસ્થિતિમાં સુરક્ષા દળોની તૈયારી, સંકલન અને ઝડપી કાર્યવાહી ક્ષમતાનું પરીક્ષણ કરવાનો હતો. કવાયત દરમિયાન કમાન્ડોએ બચાવ કામગીરી, સ્થળ સુરક્ષા અને જોખમનો સામનો કરવાની વિવિધ પ્રક્રિયાઓનું પ્રદર્શન કર્યું હતું. NSG, અમેરિકન કમાન્ડો અને સ્થાનિક પોલીસ વચ્ચે તાલમેલ વધારવા માટે આ અભ્યાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઇન્ફોસિસ કેમ્પસમાં યોજાયેલી આ મોક ડ્રિલ દરમિયાન સુરક્ષાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.

