VIDEO: હવે E20 જનતા પાર્ટી મેદાને, 100 ટકા શુદ્ધ પેટ્રોલની માંગ
હવે સોશિયલ મીડિયા પર એક નવી 'પાર્ટી' ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી એક લાંબી પોસ્ટ મુજબ, E20 જનતા પાર્ટી પોતાને નાગરિકો દ્વારા ચલાવવામાં આવતું એક ગ્રાહક અધિકાર અભિયાન ગણાવે છે. 'X' અને ઇન્સ્ટાગ્રામ પર આ પાર્ટી સાથે લોકો ખૂબ જ ઝડપથી જોડાઈ રહ્યા છે. આ પાર્ટીની માત્ર એક જ માંગ છે કે ગ્રાહકોને ઇથેનોલ ફ્રી 100 ટકા શુદ્ધ પેટ્રોલ પૂરું પાડવામાં આવે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' અને ઇન્સ્ટાગ્રામ પર સક્રિય આ ગ્રુપનું કહેવું છે કે ફ્યુઅલ પૉલિસીમાં પારદર્શિતા, સાચી માહિતી અને ઉપભોક્તાઓની પસંદગીનું સન્માન થવું જોઈએ. હાલના તબક્કે E20 જનતા પાર્ટી કોઈ ઔપચારિક સંગઠન નથી. તેનું કોઈ સત્તાવાર સંસ્થાપક કે મોટા સ્તર પર રસ્તા પરનું આંદોલન નથી. આ એક ડિજિટલ અભિયાન તરીકે સોશિયલ મીડિયા પર સક્રિય છે. પરંતુ 'X' અને ઇન્સ્ટાગ્રામ પર લોકો ઝડપથી આનાથી જોડાઈ રહ્યા છે.

