Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Not Hormuz... Now crude oil reaches India through the dangerous 'Bab al-Mandeb' route,

હોર્મુઝ નહીં... હવે ખતરનાક ‘બાબ અલ-મંદેબ’ રૂટથી ભારત પહોંચ્યું ક્રૂડ ઓઈલ, નૌસેનાએ કરી સુરક્ષા

Timeછેલ્લું અપડેટ : 23 Aug 2026
લાઇવ ટીવીGoogle News
હોર્મુઝ નહીં... હવે ખતરનાક ‘બાબ અલ-મંદેબ’ રૂટથી ભારત પહોંચ્યું ક્રૂડ ઓઈલ, નૌસેનાએ કરી સુરક્ષા
સોર્સ : gstv

પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ભારત માટે કાચા તેલની (Crude Oil) સપ્લાયને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કાચા તેલથી ભરેલું ટૅન્કર MT Sanmar Herald જોખમી ગણાતા બાબ અલ-મંદેબ (Bab-el-Mandeb Strait) જળમાર્ગમાંથી ભારતીય નૌકાદળ (Indian Navy)ની દેખરેખ હેઠળ સુરક્ષિત રીતે પસાર થયું છે. આ ઘટનાને ભારતની ઊર્જા સુરક્ષા (Energy Security) અને વૈકલ્પિક દરિયાઈ માર્ગની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

App Store

ભારતીય નૌકાદળે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતા જણાવ્યું કે 20 ઓગસ્ટે મિશન પર તૈનાત નૌકાદળની એક યુનિટે MT Sanmar Heraldની સુરક્ષિત અવરજવર પર નજર રાખી હતી. હાઈ રિસ્ક વિસ્તારમાંથી પસાર થતી વખતે ટૅન્કરને સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી.

ભારત માટે કેમ મહત્વપૂર્ણ છે બાબ અલ-મંદેબ?

બાબ અલ-મંદેબ જળમાર્ગ લાલ સમુદ્ર (Red Sea) અને હિંદ મહાસાગર (Indian Ocean) વચ્ચેનું મહત્વપૂર્ણ દરિયાઈ પ્રવેશદ્વાર છે. આ માર્ગ સ્વેઝ નહેર (Suez Canal) સાથે પણ જોડાયેલો હોવાથી વૈશ્વિક વેપાર (Global Trade) માટે તેનું વિશેષ મહત્વ છે.

પશ્ચિમ એશિયા અને યુરોપ વચ્ચે માલસામાન તથા ક્રૂડ ઓઈલની અવરજવર માટે આ રૂટનો મોટા પાયે ઉપયોગ થાય છે. જો આ વિસ્તારમાં તણાવ વધે અથવા જહાજોની અવરજવર અટકે તો તેની સીધી અસર શિપિંગ ખર્ચ (Shipping Cost), તેલના ભાવ (Oil Prices) અને ભારતની ઊર્જા જરૂરિયાતો પર પડી શકે છે.

હોર્મુઝ બાદ વૈકલ્પિક માર્ગ પર નજર

હોર્મુઝ જળમાર્ગ (Strait of Hormuz)માં તણાવ અને જહાજોની અવરજવરને લઈને ચિંતા વચ્ચે બાબ અલ-મંદેબ ભારત માટે એક મહત્વપૂર્ણ વૈકલ્પિક રૂટ બની શકે છે. જોકે, આ માર્ગ પણ સંપૂર્ણપણે સુરક્ષિત નથી. યમન વિસ્તારમાં સક્રિય હૂતી (Houthi) સંગઠનના હુમલાનો ખતરો અહીં સતત રહે છે.

આ સ્થિતિમાં ભારતીય નૌકાદળની પેટ્રોલિંગ (Patrolling), મોનિટરિંગ (Monitoring) અને વેપારી જહાજોને સુરક્ષા આપવાની કામગીરી ભારત માટે વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્વપૂર્ણ બની ગઈ છે.

MT Sanmar Heraldનું સુરક્ષિત પસાર થવું એ સંકેત આપે છે કે ભારત એક જ દરિયાઈ માર્ગ પર નિર્ભર રહેવાને બદલે પોતાની ક્રૂડ ઓઈલ સપ્લાય માટે વૈકલ્પિક માર્ગોને પણ મહત્વ આપી રહ્યું છે.