VIDEO: ક્રૂડ ઓઈલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ
ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી HPCLની પાઈપલાઈનમાંથી ગેરકાયદેસર ક્રૂડ ઓઈલ ચોરી કરતી આંતરરાજ્

ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી HPCLની પાઈપલાઈનમાંથી ગેરકાયદેસર ક્રૂડ ઓઈલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. રાજસ્થાનના બાલોતરા જિલ્લાના કાલુડી ગામની સીમમાં પાઈપલાઈનમાં 3થી 4 ફૂટ ઊંડો ખાડો કરી પંચર પાડી વાલ્વ લગાવી ક્રૂડ ઓઈલની ચોરી કરવામાં આવતી હતી. ચોરી કરાયેલું ક્રૂડ અમદાવાદ-રાજકોટ હાઈવે પર વેચવાનું કાવતરું હોવાનું સામે આવ્યું છે. કુવાડવા નજીક એક આરોપીની અટકાયત બાદ તપાસમાં રાજસ્થાનના ઢાબા પરથી અન્ય 7 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કુલ 8 આરોપીઓ સામે જાસોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.




