Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : New rules announced for EMI defaulters: No locking up to 30 days and full locking possible only after 60 days

VIDEO: EMI ડિફોલ્ટર્સ માટે નવા નિયમો જાહેર: 30 દિવસ સુધી કોઈ લોકિંગ નહીં અને 60 દિવસ પછી જ સંપૂર્ણ લોકિંગ શક્ય

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

હાલમાં હપ્તા પર સ્માર્ટ ફોન, ટેબલેટ અને લેપટોપની ધૂમ ખરીદી થાય છે.જોકે લોન પર આ પ્રકારની ડીવાઈસ ખરીદનારા પાસેથી લોન રિકવરી અને ડિવાઇસ લોકિંગ અંગે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ નવા સુધારેલા નિયમો જાહેર કર્યા છે. અગાઉ હપ્તો ભરવામાં પ્રસ્તાવિત 90 દિવસની મર્યાદામાં ફેરફાર કરીને હવે 60 દિવસ કર્યા છે..અને જો 60 દિવસ કરતાં વધુ વિલંબ થાય તો જ બૅંક કે ફાઇનાન્સ કંપની ડિવાઇસને સંપૂર્ણપણે લોક કરી શકશે.રિઝર્વે બેન્કના આ નવા નિયમો પહેલી  જાન્યુઆરી 2027થી દેશભરમાં લાગુ કરવામાં આવશે. ભારતીય રિઝર્વ બૅંકે સ્પષ્ટ કર્યું છે કે બૅંકો પોતાની બાકી રકમ વસૂલવા માટે ટૅક્નોલૉજીનો ઉપયોગ કરી શકે છે, પરંતુ તેનાથી ગ્રાહકોને બિનજરૂરી રીતે હેરાન કે આર્થિક રીતે લાચાર બનાવી શકાય નહીં.એટલું જ નહી 30 દિવસ સુધી કોઈ ત્વરિત લોકિંગ કરી શકશે નહી....અને માત્ર એક EMI ચૂકી જવા પર બૅંક તરત જ ડિવાઇસ લોક કરી શકશે નહીં. લોન ખાતું ઓછામાં ઓછું 30 દિવસ ઓવરડ્યુ રહે તે પછી જ ઔપચારિક નોટિસ મોકલીને આગળની પ્રક્રિયા શરૂ કરી શકાશે.

App Store