VIDEO: ગુજરાત યુનિવર્સિટીમાં નવો વિવાદ: અન્ય સંસ્થાના પ્રોફેસરો કામ કરતા હોવાના એનએસયુઆઈના આક્ષેપ
સોર્સ : gstv
અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે, જેમાં કલોલની સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા બે પ્રોફેસરો ગુજરાત યુનિવર્સિટીમાં પણ હંગામી ધોરણે કામ કરી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ NSUI દ્વારા કરવામાં આવ્યો છે….યુજીસીના નિયમો અનુસાર કોઈ પણ વ્યક્તિ એકસાથે બે અલગ-અલગ શૈક્ષણિક સંસ્થાઓમાં નોકરી કરી શકે નહીં. આ નિયમભંગ સામે કડક કાર્યવાહીની માંગ સાથે NSUIના કાર્યકર્તાઓએ ગુજરાત યુનિવર્સિટીના રજીસ્ટ્રારને લેખિત આવેદનપત્ર પાઠવીને ત્વરિત તપાસ અને પગલાં લેવાની માંગ કરી છે.

