Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Nashik TCS conversion scandal now in Supreme Court: Demand to declare it a 'terrorist act' and controversy over allegations of foreign funding

નાસિક TCS ધર્માંતરણ કાંડ હવે સુપ્રીમ કોર્ટમાં: ‘આતંકવાદી કૃત્ય’ જાહેર કરવા માંગ અને વિદેશી ફંડિંગના આક્ષેપોથી ચકચાર

Timeછેલ્લું અપડેટ : 16 Apr 2026
લાઇવ ટીવીGoogle News
નાસિક TCS ધર્માંતરણ કાંડ હવે સુપ્રીમ કોર્ટમાં: ‘આતંકવાદી કૃત્ય’ જાહેર કરવા માંગ અને વિદેશી ફંડિંગના આક્ષેપોથી ચકચાર
સોર્સ : GSTV

Nashik TCS Case: મહારાષ્ટ્રના નાસિક શહેરમાં સૌથી જાણીતી કંપની TCSમાં બળજબરીથી ધર્મ પરિવર્તનનો મામલો સામે આવ્યા બાદ દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. તેમાં કહેવાયું છે કે, આ મામલો માત્ર બળજબરીથી કે છેતરપિંડીથી ધર્મ પરિવર્તન કરવાનો નથી, પરંતુ આ દેશની સુરક્ષા માટે મોટો ખતરો છે.

App Store

દેશની અંતરઆત્માને હચમચાવી નાખતો મામલો

સુપ્રીમ કોર્ટમાં પહેલેથી જ સુઓ મોટો હેઠળ ધર્મ પરિવર્તનનો એક ચાલી રહ્યો છે અને હવે આ કેસમાં નાસિક ટીસીએસ કેસની અરજી દાખલ કરવામાં આવી છે. કોર્ટમાં અરજી દાખલ કરનારા વકીલે કહ્યું કે, નાસિકની ટીસીએસમાં સંગઠન બનાવીને ધર્મ પરિવર્તન કરાવવાનો મામલો દેશની અંતરઆત્માને હચમચાવી નાખતો મામલો છે.

અરજીમાં શું માંગ કરાઈ અને કયા આક્ષેપો કરાયા?

નાસિક ટીસીએસ મામલે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં અનેક માંગ કરવામાં આવી છે, તેમાં મુખ્ય માંગ કરાઈ છે કે,

(1) બળજબરીથી અથવા છેતરપિંડીથી ધર્મ પરિવર્તન કરાવવું તે દેશ માટે ગંભીર ખતરો છે.

(2) જો મોટા સંગઠન દ્વારા અને દબાણ કરીને આવું અભિયાન ચલાવાઈ રહ્યું છે તો તે મામલાને આતંકવાદી કૃત્ય માનવું જોઈએ.

(3) આવી રીતે ધર્મ પરિવર્તન કરાવવું માત્ર ધાર્મિક ઘટના નથી, પણ તે પૂર્વ આયોજિત ષડયંત્ર છે.

(4) આવું ષડયંત્ર રચવા માટે વિદેશી શક્તિઓ નાણાં આપે છે. તેમનો ઈરાદો ભારતની એકતા, અખંડિતતા અને સુરક્ષા પર ખતરો ઉભો કરી દેશની ધાર્મિક જનસંખ્યાને બદલવાનો હોય છે.


(5) ધર્મની આઝાદીનો અધિકાર તો છે, પરંતુ તે જાહેર વ્યવસ્થા અને નૈતિકતાની શરતોને આધીન છે. એટલે કે આ આઝાદીના બહાને બળજબરીથી કે છેતરપિંડીથી ધર્મ બદલી ન શકાય.

અરજદારે બે મોટી માંગ કરી
અરજદારો સુપ્રીમ કોર્ટ સમક્ષ બે મોટી માંગ કરી છે. પહેલી માંગ એ છે કે, દેશમાં આવી રીતે ધર્મ પરિવર્તન અટકાવાવ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારોને કડકાઈથી પગલા ભરવાનો નિર્દેશ આપવામાં આવે. બીજી માંગ એ છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોને નિર્દેશ આપવામાં આવે કે, ધર્મ પરિવર્તન કેસને સાંભળવા માટે જુદી સ્પેશિયલ કોર્ટ એટલે કે વિશેષ કોર્ટ બનાવવામાં આવે.