Video: મુંબઈનું પ્રદૂષણમાં દિલ્હીથી આગળ નીકળી જવું આઘાતજનક: બોમ્બે હાઈકોર્ટ

મુંબઈમાં હવાની ગુણવત્તા સતત કથળી રહી છે, જેના કારણે સ્થિતિ દિલ્હી કરતા પણ બદતર બની છે. આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું હતું કે મુંબઈનું પ્રદૂષણમાં દિલ્હીથી આગળ નીકળી જવું અત્યંત આઘાતજનક છે…કોર્ટે તહેવારો દરમિયાન અવાજ અને વાયુ પ્રદૂષણ રોકવાના નિર્દેશોનો અમલ કરાવવામાં નિષ્ફળ રહેવા બદલ મ્યુનિસિપલ સત્તાવાળાઓ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પોલીસ વહીવટીતંત્રને આકરી ફટકાર લગાવી હતી. કોર્ટે સવાલ કર્યો હતો કે નાગરિકો કટોકટીનો સામનો કરી રહ્યા છે ત્યારે અધિકારીઓ કેવી રીતે શાંતિથી સૂઈ શકે છે? દક્ષિણ મુંબઈમાં પોલીસ સ્ટેશન સામે ફટાકડા ફોડવાની ઘટનાને આદેશોનું ખુલ્લું ઉલ્લંઘન ગણાવતા કોર્ટે ચેતવણી આપી હતી કે ફરજમાં નિષ્ફળ જનાર અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી અને દંડ ફટકારવામાં આવશે.






