VIDEO: મુંબઈ: ૬૫ કરોડના મિઠી નદી ડિસિલ્ટિંગ કૌભાંડમાં અભિનેતા ડીનો મોરિયાની છ કલાક પૂછપરછ
સોર્સ : gstv
મુંબઈ પોલીસની ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ બોલિવૂડ અભિનેતા ડીનો મોરિયાની મિઠી નદીમાંથી કાંપ કાઢવાના કથિત ૬૫ કરોડ રૂપિયાના કૌભાંડ સંદર્ભે છ કલાક સુધી પૂછપરછ કરી હતી. આ તપાસ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલા કોન્ટ્રાક્ટમાં કથિત નાણાકીય ગેરરીતિઓ સાથે જોડાયેલી છે….તપાસમાં બહાર આવ્યું કે મુખ્ય આરોપીઓએ બનાવટી બિલિંગ દ્વારા આ રકમની ઉચાપત કરી હતી. મુખ્ય આરોપી કેતન કદમના કોલ ડિટેલ રેકોર્ડ્સમાંથી ડીનો મોરિયા અને તેના ભાઈ સાથે થયેલી વાતચીતની વિગતો મળી આવી હતી. એજન્સીને શંકા છે કે તેમની વચ્ચે નાણાકીય વ્યવહારો પણ થયા છે, જેના લીધે અભિનેતાની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ બાદ તેમને જવા દેવાયા હતા અને જરૂર પડ્યે ફરી બોલાવાઈ શકે છે.

