VIDEO: કેરળના વાયનાડમાં સાંસદ પ્રિયંકા ગાંધીએ પોરૂરમાં પારંપરિક વાદ્ય કલાકારો સાથે કરી ખાસ મુલાકાત
સોર્સ : gstv
કેરળના વાયનાડ સંસદીય ક્ષેત્રના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોતાના પ્રવાસ દરમિયાન વંદૂર નજીક આવેલા પોરૂરમાં સ્થાનિક પારંપરિક વાદ્ય કલાકારો સાથે ઉત્સાહપૂર્વક મુલાકાત કરી હતી.આ ખાસ સંવાદ દરમિયાન તેમણે દક્ષિણ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા, સંગીત કળા અને કલાકારોના અનુભવો વિશે વિગતવાર જાણકારી મેળવી હતીસ્થાનિક કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં કલાકારોએ પણ પોતાના પરંપરાગત વાજિંત્રોનું પ્રદર્શન કરીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

