VIDEO: દેશમાં ચોમાસાનો રાઉન્ડ ફરી સક્રિય: ઉત્તર પ્રદેશથી ઉત્તરાખંડ સુધી ભારે વરસાદનું એલર્ટ, કેદારનાથ યાત્રા સ્થગિત કરાઈ
સોર્સ : gstv
ચોમાસાની વિદાય ટાણે દેશના અનેક રાજ્યોમાં ફરી ભારે વરસાદનો દોર શરૂ થયો છે. ભારતીય હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ સહિત પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. અર્નબ વાવાઝોડાની અસરથી રાંચીમાં ફ્લાઇટ રદ થવાના અહેવાલ છે, તો મધ્ય પ્રદેશમાં બર્ગી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે....ઉત્તરાખંડમાં હિમવર્ષા અને રેડ એલર્ટને પગલે ચાર ધામ યાત્રા સ્થગિત કરાઈ છે. બીજી તરફ, ઉત્તર પ્રદેશના ૪૫ જિલ્લાઓમાં ૬૦ કલાકથી વધુ સમયથી સતત વરસાદને કારણે ૨૨ જિલ્લાઓમાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે, જ્યારે દિલ્હી-એનસીઆરમાં પણ વાતાવરણમાં ઠંડક પ્રસરતી જોવા મળી છે.

