VIDEO: પશ્ચિમ બંગાળના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસા જેવી સ્થિતિ, વરસાદ અને ભારે પવનને કારણે સર્જાઈ હાલાકી
સોર્સ : GSTV
સમગ્ર દેશમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, જેમાંથી પશ્ચિમના રાજ્યો પણ બાકાત નથી. પશ્ચિમ બંગાળના મોટાભાગના વિસ્તારોમાં જાણે ચોમાસાની વિધીવત શરૂઆત થઈ હોય તેવી સ્થિતિ છે. કોલકાત્તા શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. મોડી સાંજે પડેલા વરસાદને કારણે ઘણી જગ્યાએ હાલાકીના દ્રશ્યો પણ જોવા મળ્યાં. તો ભારે પવન ફૂંકાવાના કારણે નુકસાન પણ થયું છે.

