Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Heavy rains in coastal areas of South India

VIDEO : દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો, દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ 

Timeછેલ્લું અપડેટ : 15 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ચેન્નઈ અને તેની આસપાસના શહેરોમાં વરસાદ વરસ્યો હતો. અચાનક હવામાનમાં નોંધપાત્ર પલટો જોવા મળ્યો છે, જેના કારણે શહેરીજનોને ગરમીથી મોટી રાહત મળી છે. આજે વહેલી સવારથી જ આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા.. વાતાવરણમાં આવેલા આ ફેરફાર બાદ ધીમી ધારે વરસાદ શરૂ થતાં શહેરના રસ્તાઓ ભીંજાયા હતા અને ચારેતરફ ઠંડક પ્રસરી ગઈ હતી. આકરી ગરમી વચ્ચે આવેલા આ આકસ્મિક વરસાદે તાપમાન ઘટયુ છે અને સાથે જનજીવનને પણ ઠંડક આપી છે.

App Store