VIDEO : આસામમાં મુશળધાર વરસાદ, અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
સોર્સ : gstv
આસામના શ્રીભૂમિમાં વહેલી સવારથી ખાબકેલા મુશળધાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રસ્તાઓ પર પાણી નો ભરાવો થતા વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે, જ્યારે અનેક ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ જવાથી મોટું નુકસાન થયું હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ડ્રેનેજ સિસ્ટમની સફાઈ અને પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે, તેમ છતાં સતત વરસી રહેલા વરસાદને પગલે લોકોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

