Video: ભારતની પ્રગતિથી વૈશ્વિક શક્તિઓની દુકાનો બંધ થશે: ભાગવત

સોર્સ: gstv

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે ભારતની પ્રગતિને લઈને વૈશ્વિક શક્તિઓ પર નિશાન સાધ્યું છે. મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં પાંચમા પદ્મા મહોત્સવના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા તેમણે કહ્યું કે દુનિયાની કોઈ શક્તિ નથી ઇચ્છતી કે ભારત પ્રગતિ કરે, કારણ કે ભારત આગળ વધશે તો તેમની દુકાનો બંધ થઈ જશે. વૈશ્વિક શક્તિઓ પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા અને અન્ય દેશોને દબાણમાં રાખવા માગે છે તેવો દાવો પણ તેમણે કર્યો હતો. ભાગવતે વધુમાં કહ્યું કે ભારત તમામની મદદ કરવા માગે છે અને ભારતને નફરત કરતા પાડોશી દેશોની પણ મદદ કરે છે. આ કાર્યક્રમમાં પૂર્વ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ સહિત વિવિધ ક્ષેત્રોના પદ્મ પુરસ્કાર વિજેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત