VIDEO: GST કૌભાંડના આરોપીઓની તબીબી તપાસ
સોર્સ : gstv
ઝારખંડના જામશેદપુરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કરોડો રૂપિયાના જીએસટી કૌભાંડ કેસમાં આરોપી બબલુ જાયસવાલ અને તેના પુત્ર રાજ જાયસવાલની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ નિયમાનુસાર બંને આરોપીઓને એસએનએમએમ અથવા એમજીએમ હોસ્પિટલમાં તબીબી તપાસ માટે લાવવામાં આવ્યા હતા. જીએસટીમાં કરોડો રૂપિયાની કરચોરી અને બોગસ બિલિંગ સ્કીમમાં ED દ્વારા હાથ ધરાયેલી આ બહુચર્ચિત અને મોટી કાર્યવાહી છે. હોસ્પિટલમાં તબીબી પરીક્ષણ પૂર્ણ થયા બાદ ED દ્વારા બંને આરોપીઓને વિશેષ અદાલતમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ધરપકડથી કૌભાંડ સાથે જોડાયેલા અન્ય વેપારીઓમાં પણ ભારે ફાટકો પડ્યો છે.

