VIDEO: GSTV ઇમ્પેક્ટ બાદ છોટાઉદેપુરના ત્રણ તાલુકાની કેનાલોમાં નર્મદાનું પાણી છોડાયું
સોર્સ : gstv
જીએસટીવીના અહેવાલની વધુ એક ધારદાર અસર સામે આવી છે..છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, બોડેલી અને સંખેડા તાલુકામાં છેલ્લા 20 દિવસથી વરસાદ ખેંચાતા ખેડૂતોના ઉભા પાકને સિંચાઈના પાણીની જરૂરિયાત ઊભી થઈ હતી. ખેડૂતો દ્વારા નર્મદા નિગમની કેનાલોમાં પાણી છોડવાની સતત માંગ કરવામાં આવી રહી હતી. ખેડૂતોની સમસ્યાને વાચા આપતો અહેવાલ GSTV દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો. અહેવાલ બાદ તંત્રએ સમગ્ર મામલાની ગંભીર નોંધ લીધી હતી. ખેડૂતોને રાહત આપવા નર્મદા નિગમ દ્વારા નસવાડી, બોડેલી અને સંખેડા તાલુકાની કેનાલોમાં નર્મદાનું સિંચાઈનું પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેનાલોમાં પાણી પહોંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

