VIDEO: GSTVના સમાચારની ધારદાર અસર! સાંતલપુરના ઝઝામ પાસે તૂટેલી નર્મદા કેનાલનું સમારકામ યુદ્ધના ધોરણે શરૂ!"
સોર્સ : gstv
GSTVના અહેવાલની વધુ એક અસર જોવા મળી છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઝઝામ નજીક નર્મદા કેનાલની બંને બાજુ તૂટી ગયેલા સ્લેબના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. 12 જુલાઈએ GSTV દ્વારા આ મુદ્દો પ્રસારિત કર્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું અને તાત્કાલિક મરામત શરૂ કરાઈ. હાલમાં કેનાલની બંને સાઇડ પર યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. સમારકામને કારણે હાલ કેનાલમાં પાણીનો પ્રવાહ બંધ રાખવામાં આવ્યો છે, પરંતુ કામગીરી પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં ફરી પાણી છોડવામાં આવશે. સ્થાનિક ખેડૂતોમાં પણ આ કામગીરીને લઈને રાહતની લાગણી જોવા મળી રહી છે.

