VIDEO: ધોરાજીમાં PGVCLની ઘોર બેદરકારી ઉઘાડી પડી, GSTVના રિયાલિટી ચેકમાં જાણો શું થયું
સોર્સ : gstv
ધોરાજી શહેરમાં PGVCLની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓ પોકળ સાબિત થયા છે, જ્યાં GSTVના રિયાલિટી ચેકમાં અનેક જગ્યાએ વીજ પેટીઓ સડી ગયેલી અને તેના ઢાંકણા ગાયબ જોવા મળ્યા હતા. વીજ પેટીઓમાં ખુલ્લા વાયરો અને ફ્યુઝ હોવાને કારણે આગામી ચોમાસામાં શોર્ટ સર્કિટ થવાનો તેમજ રાહદારીઓ કે પશુઓને જીવલેણ કરંટ લાગવાનો ગંભીર ભય સતાવી રહ્યો છે.
તંત્રની આ આળસ અને બેદરકારીને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, અને જાનહાનિ થાય તે પહેલાં વહેલી તકે ખુલ્લી પેટીઓ તથા વાયરો બદલવાની ઉગ્ર માંગ ઉઠી છે. જો સમયસર પગલાં નહીં લેવાય, તો વરસાદી માહોલમાં આ વીજ સાધનો કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે.

